જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી મહિલાને બાળકના જન્મ બાદ માતાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની દિગ્જામ સર્કલ કેતન શોરૂમની પાછળ ચૈતન્ય રેસી. ફલેટ નં.501 માં રહેતાં રત્નાબેન આશુતોષભાઇ સિન્હાને ગત તા. 19 ના રોજ પ્રસૃતિની પીડા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેની તબિયત વધુ બગડતા તેણીને વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ આશુતોષ સિન્હા દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.