Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં કોરોના કહેરમાં વૃધ્ધાનું મોત

જામનગર શહેરમાં કોરોના કહેરમાં વૃધ્ધાનું મોત

છેલ્લા 48 કલાક દરમિયાન વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

- Advertisement -

જામનગર શહેર માં કોરોનાનું સંક્રમણ સતત વકરતું જાય છે. છેલ્લા 48 કલાક દરમિયાન કોરોનાના વધુ પાંચ કેસો નોંધાયા છે, જ્યારે શહેરી વિસ્તારના એક વૃધ્ધાનું જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા ગોકુલનગર આવાસ વિસ્તારમાં રહેતા વિનુબા જીલુભા ઝાલા (ઉ.વ.60) નામના વૃધ્ધાનું આજે વહેલી સવારે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં ભયનો માહોલ છવાયો છે. વૃદ્ધ મહિલાની જામનગરના આદર્શ સ્મશાનમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં કોરોનાના ચાર દર્દીઓના મૃત્યુ નિપજતા લોકોએ કોરોનાના મામલે સાવચેત રહેવાની જરૂર છે.

ઉપરાંત જામનગર શહેરમાં કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જામનગર શહેરી વિસ્તારમાં શનિવારે બે અને રવિવારે ત્રણ મળી કુલ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી શહેરીજનોએ સાવચેત રહેવું જરૂરી છે. જોકે ગ્રામ્ય વિસ્તાર રાહત રહી છે અને છેલ્લા એક સપ્તાહ દરમિયાન એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

- Advertisement -

મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા રવિવારે જામનગર શહેરમાં 627 કોવિડ પરીક્ષણ અને અત્યાર સુધીના 5,88,570 લોકોનું કોવિડ પરીક્ષણ કરાયું છે તેમજ જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં 405 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન શહેર અને જિલ્લાના કુલ 1032 લોકોનું કોવિડ પરીક્ષણ કરાયું છે. તેમજ મ્યુકોર્માઇકોસિસની બીમારી ના ત્રણ દર્દીઓ ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર હેઠળ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular