દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરીપર ગામમાં રહેતી મહિલા ખેતરમાં હલર મશીન ઉપર કામ કરતી હતી તે દરમિયાન અકસ્માતે ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના હરીપર ગામે હાલ રહેતી મણીબેન વેસ્તાભાઈ હડવે નામની શ્રમિક પરિવારની મહિલા માંડવીના હલરમાં કામ કરતી હતી, તે દરમિયાન હલરના મશીનના કારણે તેણી માથાના ભાગે ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ વેસ્તાભાઈ પદમસિંહ હડવેએ કલ્યાણપુર પોલીસને કરી છે.