Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઢોર પકડવાની કામગીરી દરમિયાન ગૌ-વંશના મોતથી હિન્દુ સેના લાલઘુમ - VIDEO

ઢોર પકડવાની કામગીરી દરમિયાન ગૌ-વંશના મોતથી હિન્દુ સેના લાલઘુમ – VIDEO

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી ઢોર પકડવાની કામગીરીમાં ગૌ-વંશને ખિચો-ખીચ ભરવામાં આવતાં હોય, જેને પરિણામે ગૌ-વંશને ઇજા થાય છે. તેમજ ગૌ-વંશનું મૃત્યુ થવાની ઘટના પણ સામે આવી છે. જેને લઇ હિન્દુ સેનામાં આક્રોશ છવાયો છે.

- Advertisement -

જામનગર શહેરમાં રખડતાં ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા અવાર-નવાર રખડતા ઢોર પકડવાની કામગીરીનો દેખાવ કરવામાં આવતો હોય છે. એવામાં જામનગર મહાનગરપાલિકાની ઢોર પકડવાની ગાડીમાં બળજબરીપૂર્વક ખીચોખીચ રીતે ગૌ-વંશ ભરવામાં આવે છે. જેના પરિણામે ગાયને ઇજા પહોંચે છે. આ દરમિયાન મહાનગરપાલિકાએ પકડેલ રખડતા ઢોરને ખીચોખીચ ભરાતાં ગાડીમાં જ ગૌ-વંશનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. જેને પરિણામે હિન્દુ સેનાએ નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે જવાબદારને રજૂઆત કરાતાં હિન્દુ સેનાના કાર્યકરોને ઉડાઉ જવાબ આપવામાં આવતાં હિન્દુ સેનામાં ઉગ્ર રોષ છવાયો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા ગાયોનું ધ્યાન રાખવા માટે પકડે છે કે, પછી મોત માટે તેમ પણ હિન્દુ સેનાએ પ્રશ્ર્ન ઉઠાવ્યો છે અને આ અંગે જવાબદારો સામે ફરિયાદ થશે કે નહીં. તેમ હિન્દુ સેના દ્વારા કમિશનર સામે સવાલ ઉઠાવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular