કાલાવડ ગામમાં આવેલા ભગવતીપરા વિસ્તારમાં રહેતાં વૃધ્ધાનું કોઇ કારણસર મોત નિપજતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ, કાલાવડ ગામના ભગવતીપરા વિસ્તારમાં રહેતા પાનીબેન વલ્લભભાઈ સાંગાણી (ઉ.વ.90) નામના વૃધ્ધા બુધવારે બપોરના સમયે તેના ઘરે કોઇ કારણસર બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર નરેન્દ્ર સાંગાણી દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.