જામનગર શહેરના ખોડિયાર કોલોની નજીક 80 ફૂટ રોડ પર કલરકામ કરતાં સમયે શ્રમિક વૃધ્ધ કૂવાની પાપડી તુટી પડતા પટકાતા ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકાબહારના વિસ્તારમાં રહેતાં ફારુક અનવર હુશેન (ઉ.વ.60) નામના વૃદ્ધ આજે સવારે ખોડિયાર કોલોની પાસેના 80 ફૂટ રોડ કલરકામ કરતાં હતાં તે દરમિયાન અકસ્માતે પાપડી તુટી જતાં વૃદ્ધ નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવની જાણ કરાતા ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઇ વૃધ્ધને બહાર કાઢયા હતાં અને બાદમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.