જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા મંગલમ્ એપાર્ટમેન્ટમાં બ્લોક નં.4 મા રહેતાં વૃધ્ધને ગુરૂવાર સાંજના સમયે શ્વાસની તકલીફ થતા લોહીની ઉલટીઓ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા મંગલમ્ એપાર્ટમેન્ટમાં બ્લોક નં.4 માં રહેતાં રણજીતસિંહ ટપુભા જાડેજા (ઉ.વ.70) નામના વૃધ્ધને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે શ્વાસની તકલીફ થવાથી લોહીની ઉલ્ટીઓ થતા તબિયત લથડી હતી જેથી સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર યોગેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.