જામનગર શહેરના ખોડીયારકોલોની વિસ્તારમાં આવેલ હિમાલય સોસાયટીમાં રહેતાં પ્રોઢને લીવરની બીમારીના કારણે હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગરમાં 49 દિ.પ્લોટ શંકર ટેકરી વાલ્મીકીવાસ માં રહેતા મહિલાને અચાનક શ્વાસ ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ખોડીયારકોલોની વિસ્તારમાં આવેલ હિમાલય સોસાયટીમાં રહેતાં અતુલભાઈ વિનોદરાય અંક્લેશ્વરીયા (ઉ.વ.55) નામના પ્રોઢને લીવરની બીમારીની સિવિલ હોસ્પીટલમાં સારવાર ચાલુ હતી. અને શ્વાસમાં એકાએક વધારો થતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જીતેન્દ્રભાઈ અંક્લેશ્વરીયા દ્વારા જાણ કરાતા હેકો એ.એન.નિમાવત તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય બનાવમાં જામનગરમાં 49 દિ.પ્લોટ શંકર ટેકરી વાલ્મીકીવાસ માં રહેતા શારદાબેન બીપીનભાઈ જેઠવા (ઉ.વ.45) નામના મહિલાને ધ્રોલ એસટી બસ સ્ટેન્ડ ખાતે હતા તે દરમ્યાન અચાનક શ્વાસ ઉપડતાધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મીનાબેનસોલંકી દ્વારા જાણ કરાતા હેકો ડી.પી.વઘોરા તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.