દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં મોટા કાલાવડમાં રહેતા યુવાને અગમ્યકારણોસર તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા રામભાઈ હમીરભાઈ ભેડા નામના 25 વર્ષના આહીર યુવાને ગત તા. 27 મી ના રોજ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.