દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં રહેતો યુવાન પ્લમ્બિંગ કામ કરતો હતો તે દરમ્યાન દિવાલમાં ઇલેકટ્રીક બ્રેકરથી કામ કરતાં સમયે વિજશોક લાગતાં બેશુધ્ધ થઇ જતાં સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી રાણાવાળી ખાતે રહેતા મુકેશભાઈ વેલજીભાઈ નકુમ નામના 24 વર્ષના યુવાન ગઈકાલે અહીંના જે.કે.વી. નગર- 3 વિસ્તારમાં પ્લમ્બિંગ કામ દરમ્યાન દિવાલમાં ઈલેક્ટ્રીક બ્રેકરથી કામ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને જોરદાર વીજ કરંટ લાગતાં તેમને મૂર્છિત અવસ્થામાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના પિતા વેલજીભાઈ ખીમજીભાઈ નકુમે અહીંની પોલીસને કરી છે.