Tuesday, March 11, 2025
Homeરાજ્યમેઘપરમાં બે-ત્રણ દિવસથી ભુખ્યા યુવાનનું બેશુધ્ધ થઇ જતાં મોત

મેઘપરમાં બે-ત્રણ દિવસથી ભુખ્યા યુવાનનું બેશુધ્ધ થઇ જતાં મોત

બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડાયો : સારવાર કારગત ન નિવડી

- Advertisement -

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતાં પરપ્રાંતિય યુવાને બે-ત્રણ દિવસથી કાંઇ ખાધુ ન હોવાથી બે શુધ્ધ થઇ જતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

આ બનાવની મળતી વિગત મુજબ ઉત્તરપ્રદેશના અલ્હાબાદનો વતની અને લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતો મોહનલાલ બાબુલાલ યાદવ(ઉ.વ.36) નામના યુવાને છેલ્લા બે-ત્રણ દિવસથી કાંઇ ખાધુ ન હોવાથી શનિવારે સાંજના સમયે તેના ઘરે બેશુધ્ધ થઇ જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મંગળવારે સાંજના સમયે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યુું હતું. આ અંગેની ધિરેન્દ્ર યાદવ દ્વારા જાણ કરતાં પીઆઇ વાય.જે.વાધેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular