Friday, December 12, 2025
Homeરાજ્યહાલારક્રેઈનનું તોતિંગ વ્હીલ ફરી વળતા યુવાનનું મૃત્યુ

ક્રેઈનનું તોતિંગ વ્હીલ ફરી વળતા યુવાનનું મૃત્યુ

કલ્યાણપુરથી આશરે 12 કિલોમીટર દૂર માલેતા ગામની સીમમાં ગઈકાલે બુધવારે મૂળ મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના તાલ તાલુકામાં રહેતો વિજયપાલસિંહ હિંમતસિંહ ડોડીયા નામનો રાજપૂત યુવાન આ સ્થળે ઉભો હતો ત્યારે એમ.એચ. 03 ડી.એક્સ. 2263 નંબરની ટ્રક ક્રેઈનને બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે ચલાવી અને આ સ્થળે ઊભેલા વિજયપાલસિંહના માથા ઉપર આ ક્રેઈનનું તોતિંગ વ્હીલ ફેરવી દેતા ગંભીર રીતે લોહી-લુહાણ હાલતમાં તેને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ દિલીપસિંહ શંકરસિંહ ડોડીયા (ઉ.વ. 20, રહે. મૂળ મધ્યપ્રદેશ, હાલ ભાટીયા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રક ક્રેઈનના ચાલક વિશાલ યશપાલ (રહે. હિમાચલ પ્રદેશ) સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular