ખંભાળિયા-ભાણવડ ધોરીમાર્ગ પર અત્રેથી 11 કિલોમીટર દૂર ચાલીને જઇ રહેલા મેસુરભાઈ સોમાભાઈ કરમુર નામના 30 વર્ષના યુવાનને ગત તારીખ 14 મી મે ના રોજ આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા કલ્યાણપુર તાલુકાના હાબરડી ગામના રહીશ સુકાભાઈ ખુટી નામના શખ્સે પોતાના મોટરસાયકલ સાથે અડફેટે લેતા મેસુરભાઇને માથામાં હેમરેજ સહિતની ગંભીર ઇજાઓ થતાં તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું. અકસ્માત સર્જી, આરોપી પોતાનું મોટરસાયકલ લઈને નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ મુરુભાઈ સોમાતભાઈ કરમુરની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બાઈક ચાલક એવા હાબરડી ગામના સુકાભાઈ ખુટી સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.