જામનગરના રાંદલનગરમાં રહેતો યુવાન તેના ઘરની અગાસી પરથી બેશુદ્ધ હાલતમાં મળી આવતા હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં મેઈન રોડ પર રહેતા મહેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉ.વ.38) નામના યુવાન રવિવારે વહેલીસવારના સમયે તેના મકાનની અગાસી પર બેશુદ્ધ હાલતમાં મળી આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કરતા મૃતકના પિતા બહાદુસિંહ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.