જામનગર શહેરમાં ભીમવાસ શેરી નં.1માં રહેતો યુવાન તેના ઘરે બીજા માળની અગાસી પરથી કોઇ કારણસર નીચે પટકાતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાતાં જયાં તેનું મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ભીમવાસ શેરી નં.1માં રહેતો અશોક દેવજીભાઇ જાદવ(ઉ.વ.38)નામનો યુવાન ગુરૂવારે રાત્રીના સમયે તેના ઘરે બીજા માળની અગાસી પરથી કોઇ કારણસર નીચે પટકાતા બેશુધ્ધ થઇ જતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા દેવજીભાઇ દ્વારા જાણ કરતાં હેકો.જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.