જામજોધપુર તાલુકાના કડબાલમાં આવેલા ખેતરમાં પાણીની મોટર બંધ કરવા જતાં કૂવામાં પટકાતા ઈજાગ્રસ્ત યુવાનનું જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જામજોધપુર તાલુકાના કડબાલ ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં આશિષ ધનાભાઈ બેલા (ઉ.વ.27) નામનો યુવાન ગત મંગળવારે બપોરના સમયે તેની વાડીમાં પાણીની મોટર બંધ કરવા જતાં સમયે અકસ્માતે પગ લપસી જતાં કૂવામાં પટકાતા શરીરે અને માથામાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે શેઠવડાળા અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કેશુરભાઇ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.