લાલપુર તાલુકાના મોટા ખડબા ગામના સીમ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા તરૂણ તાવમાં પટકાતા સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતો અને મૂળુભા જાડેજાની વાડીમાં ખેતીકામ કરતો લાલુ રાઠોડ મારવાડી (ઉ.વ.17) નામના તરૂણને ચાર-પાંચ દિવસથી તાવ આવતો હતો અને તાવને કારણે તરૂણને સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે શુક્રવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મુળુભા દ્વારા જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.