Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધુડશિયામાં નિરણ નાખવા જતાં યુવાનનું વીજશોકથી મોત

ધુડશિયામાં નિરણ નાખવા જતાં યુવાનનું વીજશોકથી મોત

ચાર દિવસ પૂર્વે જ ઘરે વીજશોક લાગ્યો : સારવાર દરમિયાન મૃત્યુ : ચાલુ બાઈકે હૃદયરોગનો હુમલો : બેશુદ્ધ થઈ જતા યુવાનનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા યુવાન તેના ઢોરને નિરણ નાખવા જતો હતો તે દરમિયાન વીજવાયરને અડી જતાં વીજશોક લાગવાથી મોત નિપજ્યું હતું. જામનગરના રંગુનવાલા હોસ્પિટલ પાસેની શેરીમાં બાઈક પર જતાં સમયે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જવાથી યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં રહેતો અને માલધારીનો વ્યવસાય કરતો મોમભાઇ ટીડાભાઈ ઝાપડા (ઉ.વ.27) નામનો યુવાન ગત તા.4 ના શુક્રવારના સવારના સમયે તેના ઘરે એકઢારિયામાં ઢોરને નિરણ નાખવા ગયો તે દરમિયાન વીજવાયરને અડી જતાં વીજશોક લાગવાથી બેશુધ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મચ્છાભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગરના વિભાપર રોડ પર આવેલા નવાનાગનામાં રહેતો અને કડિયાકામ કરતો હિતેન્દ્રભાઈ છગનભાઈ પરમાર (ઉ.વ.45) નામનો યુવાન ગઈકાલે બપોરના સમયે તેના મોટરસાઈકલ પર રંગુનવાલા હોસ્પિટલ પાસેથી પસાર થતો હતો તે દરમિયાન એકાએક છાતીમાં દુ:ખાવો થતા બેશુધ્ધ થઈ પડી જતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા છગનભાઇ પરમાર દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular