જામજોધપુર તાલુકાના ગીંગણી ગામની સીમમાં આવેલા ખેતરમાં કૂવો ગાળવાનું કામ કરતા સમયે ચરખી તૂટીને પડતા શ્રમિક યુવાનને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામનીં સીમમાં આવેલા કુવામાં રાજેશભાઈના ખેતરમાં કૂવો ગાળવાનું કામ ચાલુ હતું અને આ કામગીરી દરમિયાન કૂવાની અંદર મજૂરી કામ કરતા દિનેશ સોહનભાઈ રાઠોડ (ઉ.વ.19) નામના મૂળ રાજસ્થાન રાજ્યના વતની યુવાન ઉપર મંગળવારે સવારના સમયે ચરખી તૂટીને પડતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.