કાલાવડમાં પંજેતનનગરમાં રહેતાં અને મંજૂરીકામ કરતાં યુવાનની બે વર્ષની બાળકી રમતાં રમતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચતા રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ કાલાવડ ગામમાં આવેલા પંજેતનનગરમાં સિલવર સોસાયટીમાં રહેતાં અને મજૂરી કામ કરતાં હુસેનમીયા બસીરમીયા બુખારી નામના યુવાનની નસીબા(ઉ.વ.2) નામની પુત્રી મંગળવારે બપોરના સમયે તેના ઘર પાસે રમતી હતી તે દરમ્યાન અકસ્માતે પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે કાલાવડની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની બાળકોની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નીપજયાનું તબિબઓએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પીતા દ્વારા જાણ કરાતા હેકો.વી.ડી.જાપડીયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.