જામનગર શહેરના નાગનાથ ગેઇટ નજીક આવેલાં કુંભારવાડા વિસ્તારમાં રહેતાં પ્રૌઢની તબિયત લથડતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં નાગનાથ ગેઇટ કુંભારવાડા વિસ્તારમાં રહેતાં હિતેશ મગનભાઇ ચૌહાણ (ઉ.વ.51) નામના પ્રૌઢે ત્રણ દિવસ પૂર્વે કિડનીનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં ડેમેજ થયાનું જણાયું હતું. દરમ્યાન પ્રૌઢની તબિયત લથડતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જયાં તેમનું મોત નિપજયાંનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર દિપ દ્વારા જાણ કરાતાં હેકો.ડી.એમ.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.