- Advertisement -
દેવભૂમિ દ્વારકામાં રાજપરા સ્થિત એક મંદિરે જતા 19 વર્ષીય એક આશાસ્પદ યુવાન પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજયાનો બનાવ બનવા પામ્યો છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા નજીક આવેલા રાજપરા ગામે ગોપી તળાવ પાસેથી ગઈકાલે શુક્રવારે સાંજે ચાર યુવાનો પસાર થઈ રહ્યા હતા. એક મંદિર પાસે પહોંચતા દેવુભા પાલાભા માણેક નામનો 19 વર્ષનો યુવાન પગ લપસતા આ સ્થળે પૂરના ધસમસતા પાણીમાં તણાઈ ગયો હતો.
આ બનાવ અંગે દ્વારકાના સ્ટાફને જાણ કરવામાં આવતા ફાયર સ્ટાફના જવાનો બોટ સાથે આ સ્થળે દોડી ગયા હતા અને કલાકોની સતત જહેમત બાદ નગરપાલિકાની ફાયર ટીમને આખરે દેવુભા પાલાભા માણેકનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આશાસ્પદ યુવાનના અકાળે મૃત્યુના બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.
- Advertisement -