Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદ્વારકા નજીક અકસ્માતે બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ

દ્વારકા નજીક અકસ્માતે બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ

દ્વારકા તાલુકાના ધીણકી ગામમાં રહેતો યુવાન તેના બાઇક પર જતો હતો ત્યારે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતા બાઇક સ્લીપ થઇ જવાથી ગંભીર ઇજા થવાથી મોત નિપજયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દ્વારકા તાલુકાના ધીણકી ગામે રહેતા ભરતભાઈ ડાયાભાઈ ભાભી નામના 40 વર્ષના યુવાન શનિવારે સાંજના સમયે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે એકાએક અકસ્માતે બાઈક સ્લીપ થઈ જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પ્રકાશભાઈ હમીરભાઈ ભાભી દ્વારા જાણ કરાતાં દ્વારકા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular