જામનગર તાલુકાના હાપા ગામમાં જવાહરનગર વિસ્તારમાં રહેતાં પ્રોઢની તરૂણી પુત્રીને તેણીની માતાએ ઉઠવા બાબતે આપેલાં ઠપકાનું લાગી આવતાં તેના ઘરે લોખંડના પાઇપમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના હાપામાં જવાહરનગર-1 વિસ્તારમાં રહેતાં અને મજુરી કામ કરતાં હમીરભાઇ દેવાભાઇ ગોહિલ નામના પ્રોઢની પુત્ર દિવ્યાબેન(ઉ.વ.17) નામની તરૂણી સવારે વહેલી ઉઠતી ન હોય જેથી તેની માતાએ વહેલાં ઉઠવા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતાં બુધવારે બપોરના સમયે તેના ઘરે લોખંડના પાઇપમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાના પ્રયાસ કર્યો હતો. બાદમાં તરૂણીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જયાં તેણીનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરતાં પીએસઆઇ જે.કે.રાઠોડ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.