જામનગરમાં વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) એ વ્હોરા સમાજનાં મહાન ઓલિયા ઈસ્માઈલ બદરુદ્દીન સાહેબના મઝાર પર ખાસ પધરામણી કરી હોય ત્યારે જામનગરમાં સૌરાષ્ટ્રના અનેક ગામોના હજજારો વ્હોરા બિરાદરોએ સૈયદના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમાજમાં જેમનો પડ્યો બોલ ઝીલાય છે એવા માનવતાવાદી નામદાર ડો. સૈયદના સાહેબ નવ મહિના પછી લાંબા સમય બાદ જામનગર પધાર્યા હોવાથી સૌરાષ્ટ્રના ગામેગામના વ્હોરા સમાજના હજજારો ભાઈ-બહેનોએ આજે શુક્રવારે તેમની ઈમામત હેઠળ નમાઝ પઢી હતી અને તેમનાં દીદાર કરી ધન્યતા અનુભવી હતી સૈયદના સાહેબ આજે પોતાનાં પરિવારના ખાસ ચુંનંદા સભ્યો સાથે સળંગ તેર દીવસમાં સોળ ગામનો પ્રવાસ કરશે સાંજે જામનગરથી જામખંભાળીયા જશે અને આજે રાત્રિ રોકાણ પોરબંદર કરશે જામનગર બાવાફળીમાં રેહતા સામાજિક કાર્યકર અબ્બાસભાઈ એફ અત્તરવાળાએ જણાવ્યું હતું કે આજે ઘણાં સમય પછી જામનગરના આંગણે સૈયદના સાહેબની દિવ્યતાનો લાભ મળ્યો હતો તે અમો આજીવન ભુલી નહી શકીએ અને ભુસી પણ નહી શકીએ અબ્બાસભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જામનગરમાં આજે સૈયદના સાહેબના આગમન સમયે ખાસ કરીને મઝારમાં જીયારતના સમયમાં ફેરફાર કરાયો છે બીજી બાજુ નમાઝ અને જીયારત માટે સ્થાનિક આમિલ સાહેબ મુસ્તાલીભાઈ સાહેબે જે ગોઠવણ કરી હતી તેને કારણે તાજદાર ડો. સૈયદના સાહેબના દીદાર અમારાં જેવાં બુઝુર્ગને પણ આરામથી થઈ શકે જામનગરનું આયોજન કાબિલે દાદ રહ્યું હતું રાજકોટના દાઉદી વ્હોરા સમાજના મહિલા આગેવાન દુરૈયાબેન એસ મુસાણીએ જણાવ્યું હતું કે જેમનાં દીદારથી બેડો પાર થઈ જાય એવાં તાજદાર સૈયદના સાહેબ આગામી દિવસોમાં રાજકોટ પધરામણી કરે તે માટે હું અને અમારાં ગ્રુપની બહેનો બે વખત જામનગર ખુલ્લા પગે જીયારત માટે આવ્યાં હતાં હવે બહુ જ ટૂંકા ગાળામાં સૈયદના સાહેબ રાજકોટ પધરામણી કરે છે એટલે અમારી મનોકામના સિદ્ધ થશે અત્રે નોંધનીય છે કે વિશ્ર્વ લોક કલ્યાણકારી ડો. સૈયદના સાહેબ આજે રાત્રિ રોકાણ પોરબંદર કરી કાલ સવારથી સૌરાષ્ટ્રના કેટલાંક ગામોનો પ્રવાસ વેગવંતો બનાવશે આ અંગે તૈયારીને આખરી ઓપ અપાયો છે.