જો તમે પણ સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ યુઝ કરો છો, તો આ સમાચાર તમને થોડા અસ્વસ્થ કરી શકે છે.લગભગ 500 મિલિયન વોટ્સએપ યુઝર્સના ફોન નંબર લીક થયા છે અને તે ઓનલાઈન વેચાઈ રહ્યા છે. એક રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ અત્યાર સુધીના સૌથી મોટા ડેટા બ્રીચમાંથી એક છે.
ડેટાબેઝ, જે લોકપ્રિય હેકિંગ ફોરમ પર વેચાણ માટે છે, તેમાં 84 દેશોના ઠવફતિંઆા યુઝર્સોની વ્યક્તિગત માહિતી શામેલ છે. ડેટા વેચનાર વ્યક્તિનો દાવો છે કે, સેટમાં એકલા યુએસના જ 32 મિલિયન યુઝર્સની ખાનગી માહિતી સામેલ છે. આ ઉપરાંત ઈજિપ્ત, ઈટાલી, ફ્રાન્સ, યુકે, રશિયા અને ભારતના લાખો યુઝર્સનો ડેટા પણ લીક થયો છે જેનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે.