ભારતમાં સ્થિત ચાર ધામોમાંનું એક એટલે દ્વારકા આ શહેર ભગવાન શ્રી કૃષ્ણની સમર્પિત છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર દ્વારકા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશ દુનિયાભરમાંથી લોકો દ્વારકા જગત મંદિર ખાતે જન્માષ્ટમીના દર્શન માટે આવે છે ત્યારે આ વર્ષે 26 ઓગસ્ટના જન્માષ્ટમી પર શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે દર્શનનો સમય આ મુજબ રહેશે.
તા.26-8-2024 ના શ્રીજીના દર્શનના સમયનો સવારનો ક્રમ શ્રીજીની મંગલા આરતી દર્શન 6 કલાકે, મંગલા દર્શન 6 થી 08 કલાકે, શ્રીજીની ખુલ્લે પડદે સ્નાન દર્શન અભિષેકના દર્શન 8 કલાકે, શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) 10 કલાકે, શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) 10:30 કલાકે, શ્રીજીની શ્રૃંગાર આરતી 11:00 કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) 11:15 કલાકે, શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) 12 કલાકે અનોસર (બંધ) 1 થી 5 કલાક સુધી બપોરે રહેશે.
શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમ ઉત્થાપન દર્શન 5 કલાકે, શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) 05:30 કલાકે 5:45 કલાકે, શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) 7:15 કલાકેથી 7:30 કલાકે, શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે, શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) 8 કલાકે થી 8:10 કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન 08:30 કલાકે, શ્રીજી શયન અનસર (દર્શન બંધ) 09:00 રહેશે.
શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે માટે શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન 12 કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) 02:30 કલાકે રહેશે.
જ્યારે તા.27-8-2024 ના રોજ પારણા ઉત્સવના દર્શન આ મુજબ રહેશે. શ્રીજીના દર્શન સવારે પારણા ઉત્સવ દર્શન 07 કલાકે, અનોસર (દર્શન બંધ) 10:30 કલાકે, સવારના 10:30 કલાકથી સાંજના 05 વાગ્યા સુધી (દર્શન) મંદિર બંધ રહેશે.
શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમનો સમય ઉત્થાપન દર્શન 05 કલાકે, નિત્યક્રમ મુજબ દર્શન 05 થી 06 કલાકનો, શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા 06 થી 07 કલાકે (પટ/દર્શન બંધ રહેશે.), શ્રીજીના દર્શન 07 થી 07:30 કલાકે, શ્રીજીની સંખ્યા આરતી દર્શન 07:30 કલાકે, શ્રીજીને શયન ભોગ 08:30 કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) 09:30 કલાકે તેમ દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.