Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકાધીશ મંદિરના દર્શન ચંદ્રગ્રહણને દિવસે બંધ રહેશે

દ્વારકાધીશ મંદિરના દર્શન ચંદ્રગ્રહણને દિવસે બંધ રહેશે

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરમાં આગામી તા.27ના રોજ શુક્રવારે શરદપૂર્ણિમા ઉત્સવ અન્વયે શ્રીજીના રાસોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના કારણે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ શુક્રવારે સવારે દર્શનનો સમય રાબેતા મુજબ અને બપોરે 1 થી 5 મંદિર બંધ રહેશે. તેમજ સાંજના સમયે રાબેતા મુજબ મંદિર ખુલ્લુ રહેશે અને રાસોત્સવ સાંજના 7:30 થી 9:30 સુધી ઉજવવામાં આવશે. તેમજ તા.28 ના શનિવારે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશના મંદિરમાં સવારે 05 વાગ્યે મંગલા આરતી અને અનોસર સવારે 11 કલાકે તેમજ 11 થી બપોરે 12 સુધી મંદિર બંધ રહેશે અને ઉત્થાપન દર્શન બપોરે 12 કલાકે અને શયન બપોરે 3 કલાકે (મંદિર બંધ) આમ શરદપૂર્ણિમાના દિવસે બપોરે 3 કલાકે મંદિર બંધ થશે ત્યારબાદ રવિવારે તા.29 ના રોજ રાબેતા મુજબ મંદિર ખુલશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદ્વારા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular