પ્રકાશના પર્વ દિવાળીની હાલાર પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં આવેલ જગતમંદિરે દિવાળીના પર્વમાં માનવ મહેરામણ ઉમટયો હતો. ત્યારે હાલારના સાંસદ પૂનમબેન માડમે પણ તીર્થક્ષેત્ર દ્વારકામાં જગત મંદિરમાં બિરાજમાન રાજાધિરાજ ભગવાન દ્વારકાધિશના દર્શનનો લાભ લીધો હતો. અને સૌ ની સુખાકારી માટે કાળિયાઠાકોરના ચરણોમાં વંદનસહ પ્રાર્થના કરી હતી.