જીએસટી લાગુ થવાના ચાર વર્ષે બાદ પણ ટ્રિબ્યુનલની રચના કરવામાં નહીં આવતા કરદાતાઓએ પરેશાની વેઠવી પડે છે. આ કારણોસર ટ્રિબ્યુનલની રચના કરવા માટે સુપ્રિમ કોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી છે.
જીએસટીને લગતી બાબતોમાં અધિકારીઓ દ્વારા એક તરફી નિર્ણય લેવામાં આવે તેવા કિસ્સામાં કરદાતા દ્વારા અપીલમાં જતા હોય છે. જો કે અપીલમાં ગયા બાદ પણ કરદાતાની તરફેણમાં ચુકાદો આવતો નહીં હોવાના લીધે હારી જતા હોય છે. ત્યારબાદ ટ્રિબ્યુનલમાં જવાનું હોય છે. પરંતુ ટ્રિબ્યુનલની રચના જ કરવામાં આવી નહીં હોવાના લીધે કરદાતાએ હાઇકોર્ટમાં જવું પડતુ હોય છે. જ્યારે નિયમ પ્રમાણે જીએસટીમાં ટ્રિબ્યુનલની રચના કરી દેવાની હોય છે. તેમ છતાં રચના કરવામાં આવતી નથી હોવાની કરદાતાએ હાઇકોર્ટમાં જવું પડતુ હોય છે.
તેમજ તેના લીધે આર્થિક ભારણ પણ વધુ વેઠવાની સ્થિતી સર્જાતી હોય છે. આ જ કારણોસર જીએસટીના ચાર વર્ષ બાદ પણ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી નહીં હોવાથી સુપ્રિમમાં રીટ પીટીશન કરવામાં આવી છે. તેથી આગામી દિવસોમાં તેની સુનાવણી થયા બાદ જે નિર્ણય આવે તેના પર રાહ જોવાઇ રહી છે.