જામનગર દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની આવતીકાલે રવિવારે ચુંટણી યોજાઇ રહી છે. ત્યારે આ ચુંટણીમાં ફરી એક વખત પ્રગતિશીલ પેનલનો દબદબો જોવા મળી રહ્યો છે. ઉદ્યોગોના વિકાસ અને પ્રશ્ર્નોના નિરાકરણ માટે આ પેનલ અત્યારસુધી સકારાત્મક રહી છે. ત્યારે ઉદ્યોગકારો પણ આ પેનલ પ્રત્યે પોતાનો વિશ્ર્વાસ દર્શાવી રહેલાં જોવા મળી રહ્યા છે. જામનગરમાં ઝડપભેર વિકસી રહેલાં દરેડ જીઆઇડીસીનો સુકાન પીઢ અને અનુભવી લોકોના હાથમાં રહે તેવું ઉદ્યોગકારો ઉચ્છી રહ્યા છે. ત્યારે નવા નિશાળયાઓને એસો.નું સુકાન સોંપવાને બદલે ઉદ્યોગકારોના હિતમાં કામ કરતી પ્રગતિશીલ પેનલને ફરી એક વખત જંગી બહુમતી મળે તેવું સ્પષ્ટ જણાય રહ્યું છે.
રવિવાર 14 ઓગસ્ટના રોજ યોજાનાર ચુંટણીમાં કોઈ નવા નિશાળિયા નહિ પરંતુ પીઢ અને અનુભવ ધરાવતા સૂર્ય પેનલના આગેવાનો ચુંટણી મેદાનમાં છે.જેના ચુંટાઇ આવવાથી સ્વાભાવિક જ ઉદ્યોગોને અનુભવી નેતૃત્વનો સીધો જ લાભ મળશે અને ઉદ્યોગ અને ઉદ્યોગકારોને નવી દિશાઓ સાથે પ્રશ્નોનું નિરાકારણ પણ ઝડપભેર કરાવી શકશે.અને દિનેશભાઈ ડાંગરિયા અને તેની ટીમે કરેલા કાર્યો પર વધુ એક વખત ઉદ્યોગકારો ભરોષો મૂકી અને કોરી પાટીને તક નહી આપે તે વાત નિશ્ચિત બની રહી હોય તેવી દિશાઓ જોવા મળી રહી છે.આમ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના હોદેદારો તેમજ પ્રતીષ્ઠત અનુભવી સભ્યોની બનેલી સૂર્યની પેનલ વિજયી બનાવવા ઉદ્યોગકારોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે.
*આ છે સૌથી મહત્વનો અને ઉદ્યોગોને સીધો જ સ્પર્શતો મુદ્દો…જેના માટે સૂર્યની પેનલના ઉમેદવારોનો હતો પ્રયાસ
હાલના સમયે ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગ એકસ્પાન્સન કરવા માટે તેમજ નવા સ્થપાય રહેલ ઉદ્યોગો માટે જગ્યા મળી રહે તે માટે જી.આઇ.ડી.સી.ના અધિકારીઓ સાથે ચર્ચા કરી નવી જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવા માટે રજુઆત કરેલ જેના પરીણામે જામનગર શેખપાટ પાસે જી.આઇ.ડી.સી.નું કામ ચાલુ હોય અને નજીકના ભવિષ્યમાં આ જી.આઇ.ડી.સી.ની ઓનલાઇન અરજીની કાર્યવાહી શરૂ થશે તેવો અંદાજ છે.આ જીઆઈડીસી માટે પણ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી..
*પ્રગતીશીલ પેનલ દ્વારા ગત ટર્મમાં કરવામાં આવેલ કામોની યાદી….
1-જી.આઇ.ડી.સી. ફેસ-3ના અંદાજીત 1365 પ્લોટધારકો ઉપર જી.આઈ.ડી.સી. દ્વ્રારા એલ.આર.સી. કેસ પેટેના રૂા. 256 કરોડનું વ્યાજ સાથેનું વધારાનું ભારણ વસુલવા માટેની નોટીસો આપેલ હતી. આ ભારણ બાબતે સ્વખર્ચે લગભગ 30 વખત ગાંધીનગરમાં અસરકારક પરીણામ લગતી રજુઆતો તેમજ રાજકીય ભલામણ કરવીને લગભગ 200 કરોડ રૂપીયા જી.આઇ.ડી.સી. પાસેથી માફ કરાવીને ફેસ-3ના પ્લોટધારકોનું વધારાનું ભારણ નહીવત કરાવેલ છે.
2-જી.આઇ.ડી.સી. ફેસ-૩માં “એ” રોડ પાસેથી ગંદા પાણીના નીકાલ માટે કોમન પ્લોટ નં. 1 (પ્લોટ નં. 3109) પાસે તથા કોમન પ્લોટ નં. 3 (પ્લોટ નં. 3280) પાસે સંપ બનાવી પાણીના નીકાલ માટે પાઇપ લાઇન ફીટીંગ કરાવી આ ઔદ્યો.વસાહતના ગંદા પાણીના નીકાલ માટેની કામગીરી શરૂ કરાવેલ. હાલ આ વસાહતના ઉદ્યોગો ડેવલોપ થવાને સાથે સાથે તેઓના ડોમેસ્ટીક પાણીનો વપરાસ વધવાને કારણે આ સંપની કેપેસીટી વધારવા માટે 90 એમ.એમ. પાઈપ લાઇનની જગ્યાએ 250 એમ.એમ. પાઇપ-લાઇન ફીટીંગ કરી ત્રણ સીફટમાં પંમ્પીંગ કામગીરી શરૂ કરાવેલ છે.
3-જામનગર ઔદ્યો.વસાહત ફેસ-૩માં રોડ નં. એ પાસે વરસાદની સીઝનમાં ખુબજ પાણી ભરાતુ હોય ત્યાથી આસ-પાસના વિસ્તારમાં આવેલ કારખાનાઓમાં પાણી ભરાઇ જવાના કારણે તેઓને દર વર્ષે આર્થીક નુકસાની વેઠવી પડતી હોઈ તેઓની વારંવાર રજુઆતના પરીણામે વરસાદી પાણીના નીકાલ માટે 1200 MM પાઈપ લાઇન નાખવાનું કામ જી.આઇ.ડી.સી. કચેરી હસ્તક ટેન્ડરીંગ કરી કામ પુર્ણ કરેલ જેના કારણે આ ગંભીર સમસ્યાનો કાયમી ધોરણે નીરાકરણ કરેલ છે.
4-ઔધોગિક વસાહત 2 અને 3 માં મુખ્ય માર્ગોની હાલત ખુબજ ખરાબ થયેલ, હોવાથી ઉદ્યોગકારોને અવર-જવર માટે તેમજ તેઓનો માલ-સામાન લાવવા લઇ જવા માટે અનુકુળતા બની રહે તુ હેતુથી આ વસાહતોના મુખ્ય માર્ગોને ગયા વર્ષે પેચ-વર્ક કરી સીલકોટ કરવાની કામગીરી કરેલ.
5-ઉદ્યોગોને નવી ટેકનોલોજીથી માહીતગાર થાય તેના માટે ગત જાન્યુ-2020 તથા 2022માં જામનગર ટેક ફેસ્ટ ઔદ્યોગીક પ્રદર્શન કરેલ. જેમા આપણા જામનગરનાં ઉદ્યોગકારો હાલની વિવિધ ટેકનોલોજીથી માહીતગાર થાય તેમજ પોતાના ઉદ્યોગ ધંધા નવી ટેકનોલોજી સાથે વીકસાવી શકે.
6-ઔદ્યો.વસાહત-2 અને 3 માં અંદાજીત 1400 જેટલી બંધ સ્ટ્રીટલાઇટો જે ચાલુ કરાવેલ તેમજ હાલમાં પણ તેનુ રેગ્યુલર મેન્ટેનન્સ અને રીપેરીંગ કામ થઇ રહેલ છે.
7-ઔદ્યો.વસાહત-2 અને 3 માં જી.આઇ.ડી.સી. કચેરી સાથે આ ઔદ્યો.વસાહતોમાં વૃક્ષા રોપણની પ્રવૃતી માટે 48 જેટલા કોમન પ્લોટોનું “એમ.યુ.” કરેલ જે અંતર્ગત 30 જેટલા પ્લોટોમાં દબાણ દુર કરાવેલ તેમજ આસપાસના લોકો આવા પ્લોટોમાં કચરો ફેંકતા તે અટકાવી બઘા પ્લોટો સફઈ કરાવી લેવીંગ કરી ફેન્સીંગ કરી ટપક પધ્ધતી દારા પાણી પીવડાવામાં આવે છે તેમાં વૃક્ષારોપણની પ્રવૃતી કરી અંદાજીત 5500 જેટલા વૃક્ષો વાવેતર કરેલ તથા આપણા ઔદ્યોગીક વસાહત-2 અને 3 માં જાહેર રસ્તાની સાઇડ ઉપર અંદાજીત 3500 જેટલા વૃક્ષો વાવેતર કરેલ અને તેમાં રેગ્યુલર પાણી પીવડાવાનું કામ ચાલુ છે.
8-ઔદ્યોગીક વસાહત ફેસ-રમાં પીવાના પાણી માટે નર્મદાના કનેકસનની મુખ્ય પાણી સપ્લાયની પાઇપ લાઇન વારંવાર ડેમેજ થતી હોવાથી મેન્ટેનન્સ ખર્ચ વધારે થતો હોવાથી ત્યાં નવી પાઇપ લાઇન નાખેલ. આ પાઇપલાઇન માટેનો ખર્ચ 20 લાખનું ટેન્ડર હતું જે એશોશિએશનની દેખરેખ હેઠળ અંદાજીત 10 લાખ સુધીમાં આ સમગ્ર કામ પુર્ણ કરાવેલ.
9-ઔદ્યોગીક વસાહતોમાં સફાઇ કામ અંતર્ગત જામ. ઔદ્યો.વસાહત-2 ને ચાર ઝોનમાં ડિવાઈડ કરેલ અને જામ. ફેસ-3ને પાચ ઝોનમાં ડિવાઇડ કરી આ વસાહતોમાં દર બે દિવસે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન કરવા માટેની વ્યવસ્થા તથા રેગ્યુલર ગટર સફાઈ થાય તેવી વ્યવસ્થા ગોઠવેલ.
10-ઔદ્યોગીક વસાહતમાં રોજ બરોજની પાવર સપ્લાય અંતર્ગતની કમ્પલેઇનો બીલ ભરવા વગેરે જેવા કામો માટે અનુકુળતા રહે તે હેતુથી આ ઔદ્યો.વસાહત ખાતે પી.જી.વી.સી.એલ.નુ સબ ડિવીઝન ચાલુ કરાવેલ.
11-જામનગર ઔદ્યોગીક વસાહતના ઉદ્યોગકારોને જી.આઇ.ડી.સી.માં ટુ આર પરમીશન અને લીઝડીડની પ્રક્રિયા સરળ કરાવેલ.
12-જામનગર ઔદ્યોગીક વસાહત-ર અને ૩ની મેમ્બર ડિરેકટરી બનાવાની કામગીરી કરેલ. જેનાથી સમગ્ર દેશમાં આપણા ઉદ્યોગકારોની માહિતી સરળતાથી મળી રહે,
દરેડ જીઆઇડીસીમાં આટલા કામો છે પ્રગતિ ઉપર…
1-ઔદ્યોગિક વસાહતો ફેસ-2 અને ફેસ-3માં સરકારની All સ્કીમ અતંર્ગત ઈન્સફાટકચર પ્રોજેકટ મુકેલ જેમાં હયાત રસ્તાઓને સીલકોટ કરવા, બંને વસાહતોમાં એલ.ઈ.ડી. સ્ટ્રીટલાઇટ, ફેસ-રમાં ગ્રીન ઝોન થી વરસાદી પાણીના મુખ્ય નીકાલ માટે પાકી ગટર બનાવવા રસ્તા ઉપર પ્લોટ નંબરના સાઈન બોર્ડ લગાડવા રસ્તાના નામાંકરણ કરવા વગેરે કામ તેમજ ફેસ-2ના રેસીડન્ટ ઝોનના મુખ્ય માર્ગ સીલકોટ કરવા તેમજ રેસીડન્ટ ઝોનના મુખ્ય માર્ગ ઉપર અલ.ઇ.ડી. સ્ટ્રીટલાઇટ વગેરે જેવા કામો માટેના પ્રોજેકટ અંતર્ગતની પ્રથમ સ્ટેજના કામમાં આ ઔદ્યોગિક વસાહતોના આ કામ માટે જરૂરી લે-આઉટ તૈયાર કરવા તથા આ પ્રોજેક્ટના કામો માટે કનસ્લટન્સી એજન્સીની નીમણુંક કરવા માટે ઓન લાઇન ટેન્ડરીંગ કરી ફસ્ટ લેવલનું કામ પુર્ણ કરેલ હાલ તેની આગળની કાર્યવાહી જી.આઇ.ડી.સી. કચેરી દ્વારા ચાલુ છે. હાલ આ પ્રોજેકટ ઉદ્યોગ કમિશનર કચેરીમાં મંજુરી અર્થે છે તે આગામી દિવાળી આસ-પાસ આ કામ શરૂ થાય તેવો અંદાજ છે.
2-ઔદ્યોગીક વસાહત ફેસ-2 અને 3 નું જે.એમ.સી. સાથે એમ.ઓ.યુ. કરવા માટે જરૂરી શરતો/નિયમો બનાવેલ અને જે.એમ.સી. સાથે એમ.ઓ.યુ. કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ છે. જે માટનું ડ્રાફટીંગ તૈયાર થય ગયેલ છે આ બાબત જે.એમ.સીના પદાધિકારીઓ સાથે મીટીંગ પણ કરેલ જે માટે સાધારણ સભાથી મંજુરી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ઔદ્યોગીક વસાહત ફેસ-2 અને 3 માં વધતી જતી પાવર સપ્લાયની ડીમાન્ડને ધ્યાનમાં લઇ ફેસ-2 ઔદ્યો. વસાહતમાં વિશાલ ચોક પાસે 66 કે.વી. સબ સ્ટેશન ચાલુ કરવેલ અને જી.આઇ.ડી.સી. ફેસ-3માં રોડ નં. બી પાસે 66 કેવીનું સબ સ્ટેશન મંજુર કરકાવેલ જે શરૂ કરવા માટેની કામગીરી ચાલુ છે.
3-કનસુમરા ગામ પાસે આવેલ સરકારી ખરાબામાં 132 કે.વી.નું સબ સ્ટેશન પાસ કરવી તાત્કાલીક તેનું કામ ચાલુ કરાવી અને તેમાથી આપણા એસ્ટેટમાં પાવર સપ્લાય મળી રહેશે. જેનાથી ઉદ્યોગકારોને પાવર સપ્લાય બાબતની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
4-ફેસ-2 અને ફેસ-3માં આવવા-જવા માટે લાલપુર થી સાઢિયા પુલ સુધી રોડની બંને સાઇડ સર્વિસ રોડ બનાવવા માટે લગત ડીપાર્ટમેન્ટોને વારંવાર રજુઆતો તથા રાજકીય આગેવાનો સાથે મીટીંગ કરેલ જેના પરિણામે ગુજરાત મ્યુનિશયલ ફાઇનાન્સ બોર્ડ અંતર્ગત અંદાજીત રૂપિયા 11 કરોડના ખર્ચે આ સર્વિસ રોડ (જે.એમ.સી.) દ્વ્રારા કરવામાં આવશે. જેથી નજીકના ભવિષ્યમાં આ કામ પણ શરૂ થશે તેવો અંદાજ છે. જેના પરીણામે થતા અકસ્માતો અટકાવી મહામુલી માનવ જીંદગી બચાવી શકાશે.
5-ઔદ્યોગિક વસાહત-રમાં આવવા માટે પંચ કોષી બી ડિવિઝન, પોલિસ સ્ટેશન વારા રોડ પરથી મચુર ટાઉનશીપ બાજુ જવા માટે હાઇવે પર ડિવાઇડર મુકાવવાની અવાર-નવાર રજુઆતો કરેલ તેમજ આ બાબતે ગાંધીનગર લગત ડિપાર્ટમેન્ટમાં રજુઆતોને પરીણામે તેઓ દારા અંહીના અધિકારીઓને આ બાબતનો સર્વે તાત્કાલીક કરાવી નિવારણ કરવા જણાવેલ છે. અને તેઓનું લગભગ 80% કામ થઇ ગયેલ છે. જેથી નજીકના ભવિષ્યમાં આ કામ પણ શરૂ થાય તેવો અંદાજ છે. જેના પરીણામે લાલપુર બાયપાસ ચોકડી પરનો ટ્રાફીક હળવો થઇ શકશે.
6-ઔદ્યોગિક વસાહતમાં આવેલ રેસીડન્સ ઝોનને વર્તમાન સમયની જરૂરીયતને ધ્યાને લઇને આ રેસીડન્સ ઝોનને ઈન્ડસ્ટ્રીચલ ઝોનમાં ફેરવવા માટે ઘણી બધી વખત લેખીત રજુઆતો કરાયેલ છે. અને આગામી સમયમાં આ રેસીડન્સ ઝોનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં બદલવા માટે તાત્કાલીક નકકર પ્રયાસો કરીને આ ઝોન બદલવા કટીબધ્ધ છીએ.
7-પી.જી.વી.સી.એલ. દ્વ્રારા હાલમાં એલ.ટી. કનેકશનમાં લીમીટ વધારી 100 કે.વી. થી 150 કે.વી. કરવા માટે ઘણા સમયથી પ્રોસેસ ચાલુ છે. જે આગામી સમયમાં આપણી અસરકારક લેખીત રજુઆતને કારણે આ પ્રશ્નનું વાજબી નીરાકરણ આવશે.
8-આગામી સમયમાં જે.એમ.સી. સાથે કરવામાં આવનાર એમ.ઓ.યુ.માં આપણી મુખ્ય શરત છે કે ઉદ્યોગકારો દ્વારા જી.આઇ.ડી.સી.માં વર્ષ 2018 થી 2022 સુધીમાં ચુકવાયેલ સર્વિસ ચાર્જની તમામ રકમ ઉદ્યોગકારોને રીબેટ આપવામાં આવે અનેતેથી આપણી માગણીનો જે.એમ.સી.ના પદાકીકારીઓએ સૈધાંતીક સ્વીકાર કરેલ છે. જેથી ઉદ્યોગકારો ઉપર ડબલ ભારણ ન આવે.
9-ફાયર સ્ટેશન માટે જી.આઇ.ડી.સી. ફેસ-ર પ્લોટ નં. 354 માં ફાયર સ્ટેશન બનાવવા માટે રાજય સરકારની સૈધ્ધાંતિક મંજુરી મળી ગયેલ હોય ત્યાં ટુક સમયમાં ફાયર સ્ટેશન બનાવવા માટે કાર્યવાહી ચાલુ થઇ જશે.
*આ કામો પ્રગતિશીલ પેનલ ફરી ચુંટાઈ આવે તો કરવા માટે છે મક્કમ…
ઔદ્યો. વસાહત ફેસ-ર અને ફેસ-૩ માં ટ્રાફીકની સમસ્યાને ધ્યાનમાં રાખી ફેસ-2 અને ફેસ-3માં મુખ્ય પોઇન્ટ ઉપર સીકયોરીટી ગાર્ડ મુકવા માટે સીકયોરીટી એજન્સીની નીમણુક કરવામાં આવશે.
ઔદ્યો.વસાહતમાં જી.આઇ.ડી.સી.નો સહકાર મેળવીને બંને ઔદ્યો.વસાહતમાં શુલભ સૌચાલત બનાવવામા આવશે.
જી.આઇ.ડી.સી. ફેસ-2 અને ફેસ-3 વસાહતમાં ઉદ્યોગકારો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ઉદ્યોગને સંલગ્ન વાણીજય વપરાશ કરવામાં આવે છે. જેના માટે જી.આઇ.ડી.સી.માં જરૂરી ફી લઇને રેગ્યુલાઇઝડ કરવા માટે નકકર પગલા લઇ આ કાયમી નિરાકરણ કરવામાં આવશે.
હાલમાં ફેક્ટરી એક્ટ કાયદામાં તેમજ પી.એફ.ના કાયદામાં દસ કામદારોથી વધારે કામદારો હોય ત્યાં ઉપરોકત બાબતે અધિકારીઓની કનડગત કરવામાં આવે છે. પરંતુ આ બાબતે આપણા પાડોશી રાજય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં 40 કામદારો સુધી ઉપરોક્ત બંને વિભાગોની છુટ છે. તો ત્રણેય પાડોશી રાજયોના સચોટ પુરાવા સાથે ડોક્યુમેન્ટ સાથે ઉપરોક્ત બાબતે સચોટ અને પરીણામ લક્ષી રજુઆતો દ્રારા આ મર્યાદા 40 કામદારો સુધી લઈ જવા માટે પ્રયત્નો કરવામાં આવશે.
વસાહતોના રેસીડન્સ ઝોનના ત્રણેય સર્કલ ઉદ્યોગકારોના સહકારથી જાહેર હરરાજીથી આધુનીક રીતે ડેવલોપ કરવામાં આવશે. તેમજ રેસીડન્સ ઝોનમાં તમામ કોમન પ્લોટમાં દબાણ હટાવી તેમજ સાફ-સફાઇ કરાવી વૃક્ષારોપણ તેમાં ડ્રીપ ઈરીગેશન દ્દારા જાળવણી તેમજ ફેન્સીંગ કરી વૃક્ષોનો ઉછેર તે જાળવણી કરવામાં આવશે.
ઔદ્યો. વસાહતમાં વૈશ્વીક તેમજ સમયની માંગ અનુસાર મેટાલેબ તેમજ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર તેમજ બ્રાસ ગેલેરી અને લાચબ્રેરી દ્વારા ઉદ્યોગકારોને વૈશ્વીક સ્તરે અનુકુળતા મળી રહે તે માટે પ્લોટ નં. 3749/3750માં સ્થાપના કરી ઉદ્યોગકારો પોતાના ધંધા વિકસાવી શકે તે ઉમદા હેતુથી તાત્કાલીક આ કામગીરી પાર પાડવામાં આવશે.
એસ્ટેટમાં એસોસીયેશન હોલ પ્લોટ નં. 90માં કોમન ફેસીલીટ સેન્ટર (C.FC.)ની સ્થાપના કરી ઉદ્યોગકારો પોતાના ધંધા માટેની જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટેની કાર્યવાહી કરવામાં આવશે.
આમ રાતદિવસ એક કરી ઉદ્યોગોનું હિત જેને હૈયે છે તે પ્રગતિશીલ પેનલના ઉમેદવારો માટે જંગી મતદાન આવતીકાલે થશે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.