જામનગર જિલ્લામાં રહેલા ખતરનાક ગુનેગાર વિરુધ્ધ એલસીબી દ્વારા રજુ કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટરે મંજૂર રાખતાં પોલીસે શખ્સની ધરપકડ કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામમાં રહેતાં ડેન્ઝર પર્સન યુનુસ તૈયબ હાલેપોતરા (ઉ.વ.45) વિરુધ્ધ શરીર સંબંધી બે ગુનાઓ નોંધાયેલા હોય, જેથી આ શખ્સ વિરુધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ વી.એમ. લગારીયાના નેજા હેઠળ પીએસઆઇ સી.એમ. કાંટેલીયા તથા શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, સુરેશભાઇ માલેખીયા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેકટર સમક્ષ મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત કલેકટર કે.બી. ઠક્કર દ્વારા મંજૂર કરાતાં પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલીયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે યુનુસ હાલેપોતરાની ધરપકડ કરી સુરતની લાઝોપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.


