Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઆયુર્વેદ યુનિવર્સિટીના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા સાથે દાંડિયા રાસની રમઝટ

આયુર્વેદ યુનિવર્સિટીના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા સાથે દાંડિયા રાસની રમઝટ

- Advertisement -

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં તબીબી વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને દાંડિયા રાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તબીબી વિદ્યાર્થીઓએ ભગવાનના વિવિધ સ્વરૂપ સહિતની અલગ અલગ વેશ ભૂષા ધારણ કરીને રાસ રમવામાં આવ્યા હતા. નવરાત્રી મહોત્સવ દરમિયાન તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શિવ શંકર, ભગવાન શ્રીકૃષ્ણ, માતા પાર્વતી, ઉપરાંત કાળકા માતા, ચંડી માતા, દુર્ગા માતા સહિતના અનેક દેવી દેવતાઓના સ્વરૂપ ધારણ કરીને વિદ્યાર્થીઓ નવરાત્રી મહોત્સવમાં જોડાયા હતા અને ગરબા રમીને માતાજીના ગુણગાન ગાયા હતા. ઉપરાંત કેટલાક ટીવી કલાકારના પાત્ર સહિતની વેશભૂષા ધારણ કરીને પણ તબીબી વિદ્યાર્થીઓ ગરબે રમ્યા હતા અને કેટલીક મહિલા તબીબોએ એકસરખા પહેરવેશ માં જોગણીના રૂપમાં સજજ થઈને પણ રાસની રમઝટ બોલાવી હતી અને સમગ્ર યુનિવર્સિટીમાં ગરબામય વાતાવરણ બન્યું હતું. આયુર્વેદની ગરબી નિહાળવા વાઇસ ચાન્સલર ડો. અનુપ ઠાકર તથા અન્ય તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular