જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે વરસાદી પાણીની કેનાલનું ક્રોસિંગ આપવા માટે આજથી દોઢ મહિના સુધી ગુરૂદ્વારા ચોકડીથી દાંડિયા હનુમાન મંદિર તરફનો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જામનગર મહાપાલિકા દ્વારા આ અંગે બે દિવસ પહેલાં જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેની અમલવારી આજથી શરૂ કરી દેવામાં આવી છે. કેનાલના ક્રોસિંગના કામ દરમ્યાન કોઇ અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે માટે આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા અહીં બેરીકેડસ મૂકી દેવામાં આવી છે. આ માર્ગનો ઉપયોગ કરતાં વાહન ચાલકો વૈકિલ્પક માર્ગ તરીકે વાલ્કેશ્વરી તેમજ મંગલબાગના આંતરિક રસ્તાઓનો ઉપયો કરી શકશે.