Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરના પંચેશ્વર ટાવર પાસે ધ્વજ આરોહણ સાથે ડમરુવાદન

Video : જામનગરના પંચેશ્વર ટાવર પાસે ધ્વજ આરોહણ સાથે ડમરુવાદન

22 કલાકનો લાંબો પ્રવાસ ખેડીને છોટી કાશી પહોંચેલા મહાકાલ ગ્રુપે ડમરુ વાદનથી શહેરના શિવ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા

- Advertisement -

જામનગર શહેરમાં મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વ તેમજ રામનવમીના પર્વના દિવસે પંચેશ્વર ટાવર ના ચોકમાં મધ્યમાં પ્રસ્થાપિત કરાયેલા ધ્વજ સ્તંભમાં ધ્વજારોહણ કરવામાં આવે છે અને આ જ પ્રકારે વિશાળ કદનો ભગવો ધ્વજ તૈયાર કરીને તેનું આરોહણ કરવામાં આવે છે, તે પરંપરા આ વખતે પણ જાળવવામાં આવી હતી, અને ગઈ રાત્રિના 12.00 વાગ્યાના ટકોરે મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ વેળાએ ઉજ્જૈન મહાકાલથી ખાસ પધારેલા લક્કી ગુરુના ગ્રુપ દ્વારા ડમરૂવાદન કરવામાં આવ્યું હતું, અને સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. ઉજ્જૈન મહાકાલ આરતી ગ્રુપના મુખ્ય વ્યવસ્થાપક એવા લક્કી ગુરુ ઉપરાંત રીતિક સોલંકી, રાહુલ મારુ, રિતિક જૈન, ભોલા માલવી, ગોકુલ ચૌહાણ, કેશવ પવાર, રાહુલ સરગરા, અમન મારુ, સંતોષ હેરમાં, મનોજ ઠાકુર અને સુરેશ વાઘેલા સહિતના વૃંદ દ્વારા ડમરુવાદન ની સાથે ઝાંઝ- પખાલ અને ઢોલ ના તાલે જામનગરના પંચેશ્વર ટાવર ચોકમાં મહાકાલ ની ધૂન વગાડીને સમગ્ર વાતાવરણ ના ઉર્જા ભરી દીધી હતી.
ઉજ્જૈન થી 22 કલાકનો લાંબો પ્રવાસ ખેડીને એક પણ ક્ષણ નો વિરામ કર્યા વિના લકી ગુરુ અને તેમની ટીમેં જોરદાર ડમરુવાદન કરી ને જમાવટ કરી દીધી હતી. આ વેળાએ અનેક શિવભક્તો એકત્ર થયા હતા અને હર હર મહાદેવના નારા ગજવ્યા હતા. ઉપરાંત કેટલાક શિવભક્તોએ પોતાના મોબાઈલમાં સેલ્ફી પણ ખેંચી હતી, અને મોબાઈલમાં વિડિયો ઉતારીને નગરમાં ફરતા કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular