ઈન્ડિય ઓઇલ કોર્પોરેશન દ્વારા આયોજિત પેટ્રોલિયમ સંરક્ષણ અનુશાસન સંધ દ્વારા નિયોજિત અને જામનગર સાઈલીંગ કલબ દ્વારા પ્રોત્સાહિત સાઈકલૉથોનનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. દેશનો મોટો ખર્ચ ઈંધણ-આયાત માટે થાય છે. જો દરેક વ્યકિત રોજિંદા જીવનમાં યથાશકિત સાઈકલ ચલાવે તો વ્યકિતને, પર્યાવરણ અને દેશને પણ મદદરૂપ થઈ શકે છે.
સ્વસ્થ જીવન શૈલી અને સ્વસ્થ પર્યાવરણના હેતુંથી ઈંધણનો વપરાશ ઘટાડી રોજીંદા કામમાં સાઈકલનો વપરાશ વધારવાના ઉદેશથી આ સાઈકલોથોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઈકલોથોન આજે સવારે જેએમસી સ્પોર્ટસ કૌમ્પલેક્ષથી શરૂ થઇ પંચવટી, શરૂસેકશન રોડ સહિતના માર્ગો પર થઈ જેએમસી સ્પોર્ટસ સંકુલ ખાતે પૂર્ણ થઇ હતી.