આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પોર્ટસ ઓફ ગુજરાત દ્વારા જામનગર જિલ્લા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો માટેની સાયકલ રેલી આજે સવારે યોજાઇ હતી.
શહેરના લાલબંગલા નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી આ સાયકલ રેલીનો પ્રારંભ થયો હતો. તેમાં જામનગરની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.