ટાટા કંપનીના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઈબર એટેક થયો છે. ટાટા પાવરે શુક્રવારે જણાવ્યું હતું કે તેની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટમ્સ સાઇબર હુમલાથી પ્રભાવિત થયા છે.
ટાટા પાવર કંપની લિ. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે કંપનીના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાઈબર એટેક થયો છે. ટાટા પાવરે જણાવ્યું હતું કે કંપનીએ સિસ્ટમની સમારકામ અને પુન:સ્થાપના માટે પગલાં લીધાં છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઓપરેશન્સ સંબંધિત તમામ મહત્વપૂર્ણ સિસ્ટમ્સ કામ કરી રહી છે.