Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆગામી લોકસભા સુધી નડ્ડાને જ ભાજપની કમાન

આગામી લોકસભા સુધી નડ્ડાને જ ભાજપની કમાન

- Advertisement -

ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા આગામી 2024ની લોકસભા ચૂંટણી સુધી પાર્ટીની કમાન સંભાળે તેવી શક્યતા જણાઈ રહી છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ પરંતુ પાર્ટી તેમને વધુ એક વર્ષ માટે જવાબદારી સોંપે તેવી શક્યતા જણાઈ રહી છે. સાથે જ તેમના પછી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તે પદ સોંપવામાં આવે તેવી અટકળો પણ લગાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2023માં જેપી નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે જેપી નડ્ડા 2024 સુધી પાર્ટીના પ્રમુખ બની રહે તેવી શક્યતા છે. આ પ્રકારની સંભાવનાઓ પાછળનું મુખ્ય કારણ એ છે કે, નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ તેમને સારો સુમેળ છે. જોકે તેમને વધુ એક કાર્યકાળ માટે ફરી અધ્યક્ષ બનાવાશે કે નહીં તે હાલ સ્પષ્ટ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular