જામનગર સીટી સી પોલીસે દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ વાળા ઓવરબ્રીજ નીચેથી એક શખ્સને ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ દરમ્યાન કુલ 10 ચોરાઉ મોટરસાયકલનો ભેદ ઉકેલાયો હતો. અને પોલીસે કુલ રૂા. 2,50,000ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જામનગર સીટી સી પોલીસ સ્ટેશનના પો.કો. હોમદેવસિંહ જાડેજા, હર્ષદભાઇ પરમાર તથા ખીમશીભાઇ ડાંગરને જામનગર શહેરના દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલવાળા ઓવરબ્રીજ નીચેથી અંધાશ્રમ રેલવે ફાટક સામે એક શખ્સ ચોરાઉ મોટરસાયકલ સાથે પસાર થનાર હોવાની મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ સીટી સી પીઆઈ પી.એલ. વાઘેલા, પીએસઆઈ વી.એ.પરમાર, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હર્ષદભાઇ પરમાર તથા હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા બાતમી વાળા સ્થળેથી એક શખ્સને જીજે-10 સીએચ 5293 નંબરનું મોટરસાયકલ લઇને પસાર થતાં તેને રોકી આ મોટરસાયકલના રજિસ્ટર નંબર પોકેટકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતાં આ મોટરસાયકલના એન્જીન/ચેસીસ નં. પકડાયેલ મોટરસાયકલ સાથે મેચ થતા ન હોય જેથી આરોપીની પૂછપરછ કરતાં તેણે આ મોટરસાયકલ આરોપી રવિભારથીએ વેચેલ હોય તેથી આરોપીને ઝડપી લીધો હતો.
આરોપીની પૂછપરછ દરમ્યાન આરોપીએ એમ્ઝયુમેન્ટ પાર્ક પાસેથી રૂા. 25,000ની કિંમતનું જી.જે-36સી-3982, જય સોસાયટી પાસેથી રૂા. 20,000ની કિંમતનું જી.જે.-10સીકે-2020, રૂા. 15000ની કિંમતનું જી.જે.-10સીએ 8089, શકિતસોસાયટી પાસેથી જી.જે.-10સીએમ 5224 નંબરનું વાહન, શકિતસોસાયટી પાસેથી રૂા. 20,000ની કિંમતનું જી.જે.-10 બી એમ 1972 નંબરની ગાડી કામદાર કોલોનીમાંથી રૂા. 20,000 કિંમતનું જી.જે.-10 એ કયુ 5936 નંબરની ગાડી, રણજીતનગર જુના હુડકામાંથી રૂા. 30,000ની કિંમતની જી.જે.-10 બીબી-1278 નંબરની ગાડી શકિત સોસાયટી શેરી નં. 1માંથી રૂા. રપ,000ની કિંમતની જી.જે.-10 ડીસી 4353 નંબરની ગાડી સુતરીયા ફળી પંજાબ બેંક પાસેથી ચોરી કરેલ રૂા. 40,000ની કિંમતની જી.જે.10-સીએસ-3832 તથા મોહનનગર આવાસ પાસેથી રૂા. 30,000ની કિંમતની જી.જે.-10બીએફ 1414 નંબરની ગાડી ચોરી કર્યાની કેફિયત આપતાં પોલીસ દ્વારા કુલ રૂા. 2,50,000ની કિમતની 10 મોટરસાયકલ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.