છત્તીસગઢના સુકમામાં એક CRPF જવાને પોતાના જ સાથીદારો પર ગત મોડી રાત્રે ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાથી 4 CRPF જવાન શહીદ થયા અને 3 જવાન ઘાયલ થયા છે. આ ઘટના સુકમા જિલ્લાના મેરીગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ લિંગમપલ્લી સ્થિત CRPFની 50મી બટાલિયનના કેમ્પમાં બની હતી. રવિવારે રાત્રે લગભગ 1 વાગે બટાલિયનના જવાને અચાનક પોતાના જ સાથીદારો પર ગોળીબાર શરૂ કરી દેતા અફરાતફરીનો માહોલ મચ્યો હતો.
જો કે જવાને શા માટે ગોળીબાર કર્યો તે કારણ બહાર આવ્યું નથી. આ ઘટનામાં ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે બાકીની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે અધિકારીઓ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. ઘટના બાદ સીઆરપીએફના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. જવાને તેના સાથીઓ પર શા માટે ફાયરિંગ કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
કે જ્યાં આ સીઆરપીએફ કેમ્પ છે, તે વિસ્તાર નક્સલ પ્રભાવિત છે અને નક્સલવાદીઓનો સામનો કરવા માટે અહીં જવાનો
તૈનાત હતા. આ કેમ્પ મારાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. સુકમા શિબિર જિલ્લા મુખ્યાલયથી લગભગ 120 કિલોમીટર દૂર છે. તે આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો સરહદી જિલ્લો છે.
ફાયરિંગની ઘટનામાં માર્યા ગયેલા બે જવાન બિહારના હતા, જ્યારે એક પશ્ચિમ બંગાળનો હતો. ચોથા જવાન વિશે હજુ માહિતી મળી નથી. મૃતક જવાનોમાં બિહારનો રહેવાસી ધનજી અને રાજમણિ કુમાર યાદવ તેમજ પશ્ચિમ બંગાળના રહેવાસી રાજીબ મંડલ અને અન્ય એક જવાન ધર્મેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે.