Friday, December 5, 2025
Homeવિડિઓકાર્તિક પૂર્ણિમાએ મંગળા દર્શન માટે દ્વારકામાં માનવ મહેરામણ ઉમટયું - VIDEO

કાર્તિક પૂર્ણિમાએ મંગળા દર્શન માટે દ્વારકામાં માનવ મહેરામણ ઉમટયું – VIDEO

દેવભૂમિ દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દર પૂર્ણિમાના દિવસે ભક્તોની ભારે ભીંડ જોવા મળે છે. આ વર્ષે કારતક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના પાવન પ્રસંગે તથા દિવાળીની રજાઓના કારણે દ્વારકામાં અસાધારણ ભીડ જોવા મળી હતી.

- Advertisement -

વહેલી સવારે દ્વારકાધીશના મંગલા દર્શન માટે હજારો નહીં પરંતુ લાખો ભક્તો પહોંચ્યા હતા. વહેલી સવારે જગતમંદિર દ્વારકાધીશ મંદિરના 56 સીડી ગેટ પાસે ભક્તોની એવી વિશાળ ભીડ એકઠી થઈ કે જાણે કીડિયારૂં ઉભરાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભક્તો ‘જય દ્વારકાધીશ’ના જય ઘોષ સાથે ઉત્સાહભેર દર્શનાર્થે લાંબી કતારમાં ઉભા રહ્યા હતા. દેવ દિવાળી, જે ભગવાનની દિવાળી તરીકે ઉજવાય છે, એ દિવસે દ્વારકાધીશના દર્શન માટે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો દ્વારકા ધામે ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા હતા.

- Advertisement -

મંદિર સંકુલ તથા શહેરના વિવિધ માર્ગો પર સુરક્ષા દળો દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તોને પાણી, પ્રસાદ અને માર્ગદર્શનમાં સહાયતા પૂરી પાડવામાં આવી હતી. કારતક પૂર્ણિમા અને દેવ દિવાળીનો આ દિવસ દ્વારકામાં ભક્તિભાવ અને શ્રદ્ધાનો ઉત્સવ બની રહ્યો હતો, જ્યાં દરેક ભક્ત ભગવાન દ્વારકાધીશની કૃપા મેળવવાની આશા સાથે ધામના દર્શન કરી આનંદિત થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular