Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરશ્રાવણના અંતિમ સોમવારે ભકતોની ભીડ...

શ્રાવણના અંતિમ સોમવારે ભકતોની ભીડ…

- Advertisement -

છોટી કાશી, શિવાલયોની નગરી તરીકે ઓળખાતા જામનગર શહેરના શિવાલયો આજે શ્રાવણના અંતિમ સોમવારે શિવભકતોથી ઉભરાયા હતા. વહેલી સવારથી જ શિવભકિતનો લ્હાવો લેવા તેમજ મહાદેવને રિઝવવા માટે ભકતોએ શહેરના જુદા-જુદા શિવાલયોમાં પૂજા-અર્ચના માટે લાઇન લગાવી હતી. હર-હર મહાદેવના નાદ સાથે જામનગરના શિવાલયો ગુંજી ઉઠયા હતા. ખાસ કરીને નાગેશ્વર વિસ્તારમાં આવેલાં પ્રાચિન સિધ્ધનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મંદિર ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન ભગવાન શિવની આરાધના કરનાર ભકતો આજે અંતિમ સોમવારે શિવ ભકિતનો અવસર ચૂકવા માંગતા ન હોય તેમ બિલ્વપત્ર, દૂધ, પુષ્પના અભિષેક માટે ઉમટી પડયા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular