Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપન્નામાં હિરા શોધવા માટે ઉમટી ભીડ...

પન્નામાં હિરા શોધવા માટે ઉમટી ભીડ…

20 હજારથી વધુ લોકોએ પાવડા, ત્રિકમ સાથે નાખ્યા ડેરા તંબુ

- Advertisement -

તાજેતરમાં પન્નામાં હિરાની ખાણ આસપાસના વિસ્તારમાંથી બે સામાન્ય મજૂરોને માર્ગ પરથી કિંમતી હિરાઓ મળી આવ્યા બાદ બન્નેના નસીબ બદલાઇ ગયા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખી રાતોરાત લખપતિ બની જવા માટે આસપાસના વિસ્તારમાં રહેતાં 20 હજારથી વધુ લોકો ખાણ આસપાસના વિસ્તારમાં હીરા શોધવા માટે ઉમટી પડયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પન્નાની રંજ નદીના કિનારાના વિસ્તારમાં પન્ના ઉપરાંત છત્તરપુર, રિવા, સતના વગેરે વિસ્તારોમાંથી હજારો લોકોએ પોતાની કિસ્મત અજમાવવા માટે નદી કાંઠે ડેરાતંબુ નાખ્યા છે અને રોજ નદી કાંઠાના પાંચ કિલોમીટરના વિસ્તારમાં હિરાની શોધ કરી રહયા છે. કેટલાક લોકો તો પાવડા, કોદાળી, ત્રિકમ લઇને નદી કાંઠાના વિસ્તારને ખોદી રહયા છે. આ લોકોને ડેમમાંથી આવતી માટીમાંથી પણ હિરા મળવાની આશા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular