Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસિક્કાનો અઢી હજાર કરોડનો પાવર પ્લાન્ટ ભંગારમાં!

સિક્કાનો અઢી હજાર કરોડનો પાવર પ્લાન્ટ ભંગારમાં!

જીએસઇસી દ્વારા માત્ર 6 વર્ષ જુના પ્લાન્ટને ભંગારમાં કાઢી નખાતા સર્જાયું આશ્ચર્ય : કોલસાની અછતનું બહાનું : રાજ્યમાં 35-40 વર્ષ જુના અનેક પ્લાન્ટ ચાલી રહ્યાં છે

- Advertisement -

કોલસાના અભાવના બહાને જામનગર નજીક સિક્કામાં માત્ર છ વર્ષ જુના પાવર પ્લાન્ટને ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન દ્વારા ભંગારમાં કાઢી નાખવામાં આવ્યો છે. 500 મેગાવોટના આ પ્લાન્ટ માટે અઢી હજાર કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. જે માત્ર 6 વર્ષમાં ભંગારમાં ગયું છે. સામાન્ય રીતે એક પાવર પ્લાન્ટનું આયુષ્ય 25 થી 30 વર્ષનું હોય છે. તેમજ રાજ્યમાં 40 વર્ષ જુના પાવર પ્લાન્ટ પણ ચાલુ છે. ત્યારે માત્ર 6 વર્ષ જુના આ પાવર પ્લાન્ટમાં ભંગારમાં કાઢવાનો નિર્ણય આશ્ર્ચર્ય ઉપજાવે તેવો છે.

- Advertisement -

ગુજરાત વિજ નિયમન પંચે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિ.ને સિક્કાના પ્લાન્ટને રિટાયર્ડ કરી દેવા માટે કે ભંગારમાં લઇ જવા માટેનો એક્શન પ્લાન રજૂ કરવા જણાવ્યું હતું. આગામી દસ વર્ષમાં તેનું જે આયોજન હોય તે અંગેની વિગતો 15મી મે-2022 સુધીમાં આપી દેવાની સૂચના આપી હતી. તેના અનુસંધાનમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશને જામનગરના સિક્કા ખાતેના 250-25 મેગાવોટના માત્ર છ વર્ષ જુના પાવર પ્લાન્ટને ભંગારમાં કાઢી નાખવાનો નિર્ણય લઇને જર્કને જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સિક્કાનો 250 મેગાવોટના પહેલા પ્લાન્ટમાં 14મી સપ્ટે. 2015 અને બીજો પ્લાન્ટમાં 28મી ડિસેમ્બર-2015ના વિજળીનું ઉત્પાદન કરવાનું ચાલુ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે પાવર પ્લાન્ટની લાઇફ 25 વર્ષ કે તેનાથી વધારેની હોય છે. જામનગરના બંને પ્લાન્ટ હજી માંડ સવા છથી સાડા છ વર્ષ જુના જ છે. ગુજરાતના 1.30 કરોડ વિજજોડાણ ધારકો પર બોજો ન આવે તે માટે આ પાવર પ્લાન્ટને ભંગારમાં ન કાઢવા વિજળીના ક્ષેત્રના નિષ્ણાંત કે.કે. બજાજે માગણી કરી છે.

- Advertisement -

ગુજરાતમાં જામનગરના સિક્કા ખાતે આ અઠવાડિયે 250 મેગાવોટના બે પ્લાન્ટ્સ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બંને પ્લાન્ટ વિજળી પેદા કરતાં હતાં. 11મી ડિસેમ્બર 2021થી આ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યા હતાં. આ રીતે ગુજરાતના 1.30 કરોડ વિજ વપરાશકારોને માથે વરસે આવતો રૂા. 2000 કરોડનો બોજ ઓછો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાત વિજ નિયમન પંચ સરકારની ઇચ્છાને આધિન ચાલતી કઠપૂતળી હોય તેવી સ્થિતિ છે. કારણ કે, સરકારના આ નિર્ણય સામે લેવો જોઇતો વાંધો ગુજરાત વિજ નિયમન પંચ-જર્ક દ્વારા લેવામાં આવ્યો નથી.

એક તરફ અદાણી અને ટાટા પાવર જેવી કંપનીઓ ઇન્ડોનેશિયાથી આયાત કરેલા મોંઘા કોલસાનો ઉપયોગ કરીને મુન્દ્રા ખાતેના તેમના પ્લાન્ટસમાં પાવર જનરેટ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકારની વિજ કંપનીએ જામનગર પ્લાન્ટ બંધ કરવાનો લીધેલો નિર્ણય યોગ્ય જણાતો નથી. આજની તારીખે પણ અદાણી પાવર ઇન્ડોનેશિયાથી આયાત કરેલો કોલસો વાપરીને તેમાંથી ઉત્પન્ન કરેલી 2400 મેગાવોટ અને ટાટા પાવર 1850 મેગાવોટ વિજળીનો સપ્લાય કરે છે.

- Advertisement -

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. ગુજરાતની વિજળીની ડિમાન્ડને પુરી કરવા માટે અદાણી પાવર અને ટાટા પાવર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વિજળીનો પુરો જથ્થો ખરીદી રહ્યું છે. આ સંજોગોમાં સિક્કા પ્લાન્ટને ભંગારમાં લઇ જવાની છૂટ કેમ જર્ક આપી રહ્યું છે ? તે એક રહસ્યમય બાબત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular