રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ આજે જામનગરના પોલીસ ભવન ખાતે ક્રાઈમ કોન્ફરન્સ માટે આવ્યા હતાં.
જ્યાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા આઈજીનું સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. જામનગરમાં યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ (ગ્રામ્ય) સહિતના પાંચ પોલીસ અધિક્ષકો ઉ5સ્થિત રહ્યાં હતાં. કોન્ફરન્સ દરમિયાન રાજકોટ રેંજ વિસ્તારમાં ક્રાઇમરેટ કંટ્રોલમાં હોવાનું આઈજીએ જણાવ્યું હતું તેમજ એક મહિના સુધી ‘રોડ સેફટી ડ્રાઈવ’ યોજવામાં આવશે. ઉપરાંત ગુનાખોરી ડામવા અને બાળકો-મહિલાઓ તથા સીનીયર સીટીઝનોની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ કટિબદ્ધ છે તથા હાલમાં જ અમદાવાદમાં હીટ એન્ડ રનની ઘટના સંદર્ભે રાજકોટ રેંજમાં પણ ડ્રાઈવ દરમિયાન કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ આઈજી અશોકકુમારે જણાવ્યું હતું.