
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અસામાજિક તત્વોને સુધી પાઠ ભણાવવા માટેના સો કલાકની ડ્રાઈવ અંતર્ગત શનિવારે દ્વારકા ખાતે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજી પત્રકારોને વિવિધ માહિતીઓ આપી હતી. રાજકોટ રેન્જમાં પોલીસ દ્વારા અંદાજિત 2270 ગુનેગારોને ચિન્હિત કરવામાં આવ્યા છે. આ સિવાય 19 મોટા બાંધકામો કે જેનું અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, તેને તોડવામાં આવી છે.
આ સાથેની કાર્યવાહીમાં પીજીવીસીએલ ટીમ દ્વારા 2.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની વિજચોરી કરનાર શખ્સોને દંડ ફટકારાયો છે. આ ઉપરાંત ખનીજ માફિયા અને સોશિયલ મીડિયામાં જે રિલ્સ વાયરલ કરે છે, તેની ઉપર પોલીસ સતત વોચ રાખી રહી છે. જો કોઈ શખ્સો દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવાની પોસ્ટ કરવામાં આવશે તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.