ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે વાડી વિસ્તારમાં રહેતા આશાભાઈ અજુભાઈ રૂડાચ નામના 23 વર્ષના યુવાનને તેમના મોબાઈલ નંબર 93160 85050 ઉપર બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ માંડવી તાલુકાના કચ્છગામ પાંચોટીયા ખાતે રહેતા મુળજી ગોપાલ કારાણી તથા જામનગરના રહેશે કેવલ દેવીદાન કારાણી નામના બે શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર મુળજી કારાણીએ તેના મોબાઈલ નંબર 98257 67123 પરથી બિભત્સ ગાળો કાઢી, ધમકી આપ્યા બાદ અન્ય આરોપી કેવલ કારાણી દ્વારા પણ તેના મોબાઈલ નંબર 97267 55730 પરથી ફરિયાદી આશાભાઈને “હવે ટ્રસ્ટ બાબતે કાંઈ દખલગીરી કરી છે, તો તમારી ખેર નથી” તેમ કહી, ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.