ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 28 કિલોમીટર દૂર હંજડાપર ગામના પાટીયા પાસેથી જીજે-09-બીએ-5555 નંબરની મોટરકાર લઈને જઈ રહેલા ભાણવડ તાલુકામાં ફતેપુર રોડ પર આવેલી સિદ્ધિવિનાયક સોસાયટી- 2 ખાતે રહેતા આહેર રમેશભાઈ સામતભાઈ રાવલિયા (ઉ.વ. 40) ની મોટરકાર સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જીજ-37-જે- 9845 નંબરની કાળા કલરની કિયા મોટરકારના ચાલક અશોક ભીમશીભાઈ ચાવડા (ઉ.વ. 28)એ ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માત થયા પછી આરોપી અશોક ચાવડાએ ફરિયાદી રમેશભાઈ રાવલિયાને લાકડાના ધોકા વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 279, 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આરોપી અશોક ચાવડાની અટકાયત કરી લીધી હતી.