Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકાલાવડમાં પુત્રીનું બોગસ જન્મપ્રમાણપત્ર બનાવવા પિતા વિરૂધ્ધ ગુનો

કાલાવડમાં પુત્રીનું બોગસ જન્મપ્રમાણપત્ર બનાવવા પિતા વિરૂધ્ધ ગુનો

કાલાવડમાં પુખ્ત થયેલી પુત્રીની ઉંમર જન્મતારીખના દાખલામાં છેકછાક કરી બોગય પ્રમાણપત્ર બનાવી સાચા તરીકે ઉપયોગ કર્યાની મધ્યપ્રદેશના શખ્સ વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના મહેન્દ્ર ગામના વતની નરીયાભાઈ ઉર્ફે નરેશ વેસતાભાઈ બામણિયા એ તેની પુત્રી અંકીતાબેન પુખ્ત ઉમરની થઈ ગઇ હોવા છતાં રાજ્ય સેવક પાસે સંજય દેવલાભાઈ ભુરિયા વિરુધ્ધ બદઈરાદાથી ખોટી હકીકતો જાહેર કરી અંકિતાની જન્મતારીખના દાખલામાં 7-9-2003 ને બદલે 7-9-2005 છેકછાક કરીને ખોટા જન્મ પ્રમાણપત્રનો ખરા તરીકે ઉપયોગ કરી અને સાચુ જન્મપ્રમાણપત્ર તેમની પાસે રાખ્યાનું ખુલતા પીઆઇ યુ.એ.વસાવા તથા સ્ટાફે શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular